Saturday 6 February 2016

યૌવન મલ્હાર

યૌવન મલ્હાર

પ્રેમ ની છે આ એક અદભુત કહાની,
તર્જની એ તિલક કરાવતા આશિક ની જુબાની,

ખુબજ સ્નેહ ભરી મારી લાગણી છે સાર્વભોમ ભણી,
હવે તારવું છે મારે મારું લોકતંત્ર માલણ બની.
                                     પ્રેમ ની છેe.........

સાર્વભોમ, ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક જેવી ઓળખ તારી,
પણ હું તો સાચવું છું તને મારું પોતાનું ઘર ગણી.

જેમ ધબકાર અને હૈયું, તેમ ફરજ થકી આપણે સંબંધી,
જમ હૈયું છે જીવનું, તેમ અધિકાર નો હું અતિથી,
                                     પ્રેમ ની છેe.........

તને ભીંજાવું છે પ્રેમ અખંડીતતા સ્વચ્છતા ની હેલી થી,અને...
અને મારે તને ભીંજવવું છે એ હેલી ના મલ્હાર રાગ થી.

બંધારણ ની દરેક કલમને સન્માન એ જ મારી વફાદારી,
સર્વોચ્ચ લઇ જાય તને મારી યુવાની  એવી વેગવંતી મારી વિચાર વાણી.

તારા માટે શોર્યનો તિલક થશે મારા રક્ત થી,
મરીશ નહિ,કહેવાઇશ શહીદ હું એ વક્ત થી.
                                     પ્રેમ ની હતીe.........