Saturday 29 December 2018

Greetings

બિગુલનો નાદ, જાણે કહી રહ્યો છે આ વાત,
વાસુદેવનો સાદ, કે  છે હાસ્યનો શંખનાદ।

નવોત્તમ પ્રભાત અને પંખીઓનો અવાજ,
ઉત્તમ બને શિષ્ય,સાંભરી શબ્દોના પ્રહાર।

લજામણીની મૃદુતા ઝાંખી રહેશે સદાકાળ,
ભીની ઉગતી હતી સુગંધી સ્કેટની સવાર।

અભય આત્મિય સફર, હાથમાં રાખી હાથ,
હૃદય અનંત તરંગ,શ્વાસમાં રાખી શ્વાસ।

રાસ રમે સુખશાતામાં, ગુંજે રાગ મલ્હાર,
રાગ હોય જીત ને જીવન ખુશીઓની ધાર.

વડવાઈ વણેલા વાફા વાટે વાયરો વાય,
સંબંધોની સરગમ સજે, સાથે  સ્વરો સાત.

લક્ષ્યને પાર લક્ષ્યની કથા એક વખણાય,
પાણિમાં આપના વર્ષે સર્વે સર્વા આશીર્વાદ।

Thursday 1 November 2018

Farwell

આપણો ઘડીક સંગ ભાઈ આપણો ઘડીક સંગ,
આત્મને તોય લાગી જશે જન્મ જન્મ નો રંગ,
પળમાં પારકાને પોતીકા કરનારા મીનાક્ષીબેન,
ભલે સંગ આપણો જૂનો કે વ્યાપક સમયનો નથી,
પણ આડંબર વગરનો સાચકલો ને શુદ્ધ છે.
અમે તમને વીજળીના ચમકારે પામ્યા છીએ.
અને જેટલા પામ્યા છીએ, તેમાં તમે
ખુબ આત્મીયજન અને પોતીકા લાગ્યા છો.
તમે વ્યવસાયથી મુક્ત થયા છો અને 
એથી પણ વધારે, દરિયા જેટલા
સેવાના કાર્ય માટે મોકળા થયા છો.
તમારા જેવા નિઃસ્વાર્થ સેવાભાવી સેવકોની 
દેશના આ કપરા કાળમાં જરૂર છે.
તો અમે હાથ લંબાવીએ છીએ કે
આપ-આપણે બની બની કઈ ઉજ્જવળ ભવિષ્ય
માટે સાથી સદ્ભાગી થઈએ.