Tuesday, 14 February 2017

Fifth Cusps of rose of love ( પ્રેમ ના ગુલાબની ) (And we met)

13 fab is a new day.
She is in green Anarkali dress.
Looking so pretty.
Couldn't take my eyes off her.
I was scared. What to talk.
I just said HI
And that moment I heard the first word from her. Hi.
She made me love her today. Her smile was sweet as flowers.
I bow down in front of her.
Respect for her is flowing from the heart.
Yes I am in love
I am in love.

Monday, 13 February 2017

Fourth Cusps of rose of love (પ્રેમ ના ગુલાબની) (First seen)

Time was 11:18 P.M., And the date was 12th February 2kseventeen.

It’s the time when a princess was first time seen.




The sunshine sparkled, A star on the earth, or was I in HEAVEN!!!!!

She was the “Snow-white” with all dwarfs her SEVEN….




Denim Blue top of her was like morning sky in the night.

The favourite girl in favourite colour was like the rainbow so bright.




Music in the air was an echo of love along long long miles.

Nothing was mine still this world was all mine.




A glimpse of her made my day, or should I say my night,

My heart would love to say, it made my life.

Friday, 10 February 2017

ત્રીજી પાંખડી પ્રેમ ના ગુલાબની (તારા માં ઈશ્વર દેખાય છે.)

એનો  દિવસ છે અને ઉત્સાહિત છું હું.
મને જાણ નથી કે શું કરું છું હું,!!!

એની બધી ઈચ્છા પૂર્ણ થાય,
એવી પ્રાર્થના કરું છું હું.!!!!!

 તને ખુશીઓનો સાગર મળે
એવી દિલ થી યાચના કરું છું હું.

વિચાર કરું છું એક પળ થંભી ને
પૂછું છું પોતાને,આ શું કરું છું હું?.

જાઉં છું મંદિરે જેના માટે ચાલીને।
મૂર્તિમાં પણ એનો જ ચહેરો જોઉં છું હું.

Sunday, 5 February 2017

બીજી પાંખડી પ્રેમ ના ગુલાબની (માત્ર તમે જ)

આરંભ પણ અને અંત પણ
જીવનની ના રસ્તા ના પથ દર્શક પણ... માત્ર તમે જ.
ઉગામણે પણ અને આથમણે પણ
અંધારી આ ઓરડી નાં  આગીયા પણ... માત્ર તમે જ.
આરોહ પણ અને અવરોહ પણ.
હૃદયની આગામી લાગણીઓમાં સરગમ પણ..... માત્ર તમે જ.
વસંત પણ અને શિશિર પણ
બદલાતી આવી જિંદગી ના આદર્શ પણ.... માત્ર તમે જ
શિખર પણ અને તળેટી પણ
વહેતી આ સરિતાની ચંચળતા પણ... માત્ર તમે જ.
ડાબે પણ અને જમણે પણ
આત્માની સ્થિરતા ના કારણ પણ.... માત્ર તમે જ.
કાલે આજે અને કાલે પણ
અધૂરી આંખે સફર ના સહિયારા પણ... માત્ર તમે જ.

Friday, 3 February 2017

પહેલી પાંખડી પ્રેમ ના ગુલાબની (એક કુદરતી અજાયબી)

ના જોઈ, ના સાંભળી હતી,
          છતાં એક ઊની લાગણી વહી હતી.
એ એના નામ સાથે જ,
          એક મજાનો જાદુ લાવી હતી.

પ્રભાવતા તો એના શબ્દો ની હતી,
          જો કે સ્નેહળતા એના દિલ ની હતી.
મને અડી ગયું કંઈક અંદર સુધી,
          જાણે દિવાસ્વપ્ન એ  હતી.

ઝલક જોઈ, એ તો એક પરી હતી,
          મારી આત્મા ની સંજીવની હતી,
પછી આંખો બંધ  મેં રાતે,
          ને સપનામાં પણ એ જ હતી.