Sunday, 5 February 2017

બીજી પાંખડી પ્રેમ ના ગુલાબની (માત્ર તમે જ)

આરંભ પણ અને અંત પણ
જીવનની ના રસ્તા ના પથ દર્શક પણ... માત્ર તમે જ.
ઉગામણે પણ અને આથમણે પણ
અંધારી આ ઓરડી નાં  આગીયા પણ... માત્ર તમે જ.
આરોહ પણ અને અવરોહ પણ.
હૃદયની આગામી લાગણીઓમાં સરગમ પણ..... માત્ર તમે જ.
વસંત પણ અને શિશિર પણ
બદલાતી આવી જિંદગી ના આદર્શ પણ.... માત્ર તમે જ
શિખર પણ અને તળેટી પણ
વહેતી આ સરિતાની ચંચળતા પણ... માત્ર તમે જ.
ડાબે પણ અને જમણે પણ
આત્માની સ્થિરતા ના કારણ પણ.... માત્ર તમે જ.
કાલે આજે અને કાલે પણ
અધૂરી આંખે સફર ના સહિયારા પણ... માત્ર તમે જ.

No comments:

Post a Comment