Wednesday, 22 May 2019

સલાહ આપુ છું.



ધુમ્મસની પેલે પાર જવાની સલાહ આપું છું.
ચાલ્યા વિના મંઝિલ પાર કરવાની સલાહ આપું છું.

સિધ્ધી સાગરને મળતી નદીને સગપણ શેનું ?
રસ્તે મળતા નાના ઝરણાં બનવાની સલાહ આપું છું.

સંગેમરમરના પૂતળા બનાવ્યા એ શિલ્પકાર કોણ છે?
આચાર વિચારથી ઘડ્યો એ માં બનવાની સલાહ આપું છું.

દુનિયાની દુનિયાદારી છોડી, અંતરની યાત્રા કરવી કે કેમ?
આ બ્રહ્માંડની પેલે પાર, બ્રહ્મ બનવાની સલાહ આપું છું.

મેળવવા હતા મોતી, સાગરના મોજાઓથી ડરી ગયો!!!
બસ હવે સાગર ને નાવ વિના ખેડવાની સલાહ આપું છું.

રસ થી તરબોળ છે, એટલે રસિક છે બધા આ જગત માં.
આ રસથી ઉપરવટ જઈ "નિઃરસ" બનવાની સલાહ આપું છું.

-નિઃરસ 

No comments:

Post a Comment