Wednesday, 22 May 2019

કહી દઉં.

કહી દઉં, કહી દઉં, કહી દઉં,
તને જે વાત ખબર છે એ વાત કહી દઉં.
પ્રેમની ગાથા કહું કે બસ તારું નામકહી દઉં.

વાતો ઘણી વેન કહી છે.
સમય ઘણા વેન સ્પર્શ્યા છે.
તું આંખો બંધ કરી દે
તને યાદો થયો શંગારો દઉં.

હૃદય હાજી કંઈક ભીનું રહી ગયું છે.
શૂન્યાવકાશ માં ક્યાંક શ્વાસ મળી ગયો છે.
એ રાત, તું જરા રોકાઈ જ.
સ્વપ્ન અધૂરું છે, એટલું  સવાર ને કહી દઉં.

થમ્ભી જા બે ઘડી, એમ ઘડિયાળ ને કહી દઉં.
વરસાવજે પુષ્પ અમારી મુલાકાતે એવું ઇન્દ્ર ને કહી દઉં.
તારી સોડમાં મને પનાહ દે, તને આંખો થી કહી દઉં.
પ્રેમની ગાથા કહું કે પછી...
કહી દઉં કહી દઉં તારું નામ કહી દઉં.

No comments:

Post a Comment