Friday 24 March 2017

સાંજ નદી કિનારે

ત્યાં દૂર ક્ષિતિજ પર આગિયા ઝબૂકતાં દેખાય છે.
સ્થિર પાણી માં ધૂંધળું ધૂંધળું આકાશ દેખાય છે.

બની રહેલા પૂલમાં ભવિષ્ય ની ઝલક દેખાય છે.
અને આ હોળી, કેવો સરસ રોમાંચ જગાડે છે.
                                                               ત્યાં દૂર ...

રમતા બાળક ની આંખ માં કુતુહલતા ઝગારા મારે છે,
એ માં નો હાથ ઝાલે, આંખોમાં ઝળઝળિયાં અનુભવાય છે.
                                                                ત્યાં દૂર ...

એક તરફ સૂર્ય આભ ને ચૂંદડી ઓઢાળતો દેખાય છે.
તો બીજી તરફ પેલા વડ નીચે પ્રેમનો મલ્હાર છેડાય છે.
                                                                  ત્યાં દૂર ...

મારા આંસુ માં, ડોકાતો આથમતો સૂર્ય સવાલ કરી જાય છે,
ઉગતી અમાસમાં હવાનો શોરબકોર બધું જ કહી જાય છે.
                                                                     ત્યાં દૂર ...

2 comments:

  1. નદીકિનારે એક સાંજ નિબંધ

    ReplyDelete
  2. નદીકિનારે એક સાંજ નિબંધ

    ReplyDelete